Dr. Himanshu Pathak
Consult Online
 • hi-IN
"સ્વાસ્થ્યનો અર્થ કેવળ રોગ કે માંદગીની ગેરહાજરી નથી, પરંતુ શારિરીક, માનસિક, સામાજિક અને આત્મિક - સર્વાંગી સુખાકારી કે ક્ષેમકુશળતા છે."
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)

ડો. હિમાંશુ પાઠક આપનું યોગકૈવલ્યમમાં સ્વાગત કરે છે.

યોગકૈવલ્યમ એ સુરત સ્થિત યોગનું એવું કેન્દ્ર છે જ્યાં પતંજલિના યોગસૂત્ર પર આધારિત જ્ઞાનથી તન-મનના વિવિધ રોગોના ઉપચાર કરવામાં આવે છે. જ્યારે કોઈ ડૉક્ટર યોગ શીખવે ત્યારે દર્દીને ૧૦૦ ટકા પરિણામ મળે છે. હિમાંશુભાઈ ડોક્ટર તો છે જ, પણ સાથે સાથે વર્ષોના અનુભવી યોગનિષ્ણાત પણ છે. ડો. હિમાંશુભાઈ ૧૯૯૩થી સુરત શહેરમાં વિવિધ સ્તરે યોગના કોર્સનું સંચાલન કરે છે. એમના અનુભવી માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન કરી શારિરીક, માનસિક અને આધ્યાત્મિક રીતે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે.

ડો. હિમાંશુભાઈએ વર્ષો સુધી દવાખાનું ચલાવ્યું. તે દરમ્યાન એમને લાગ્યું કે ઘણા બધા રોગો ફક્ત દવાથી સારા થતા નથી. એમને થયું કે આ ચીલાચાલુ રીતે અપાતી સારવારમાં કોઈક કડી ખૂટે છે. પોતાની જિજ્ઞાસા અને શંકાનું સમાધાન મેળવવા એમણે દુનિયાની જૂનામાં જૂની યોગસંસ્થા The Yoga Institute (સાંતાક્રુઝ, મુંબઈ)માં પ્રવેશી યોગની તાલીમ લીધી. પોતાના અનુભવાત્મક જ્ઞાન વડે એમણે મહર્ષિ પંતજલિએ પ્રબોધેલા ક્લાસિકલ યોગની હૃદયરોગ અને ડાયાબિટીસ પર થતી અસરો વિશે પણ વ્યાપક સંશોધન કર્યું.

ડો. હિમાંશુ પાઠક પર્સનલ, કપલ, ફેમિલી અને ટીનેજર્સના કાઉન્સેલિંગમાં પારંગત છે. એમણે એલ એન્ડ ટી, ગુજરાત ગેસ, સુરત ઈલેક્ટ્રીસીટી, કલરટેક્ષ, એસ્સાર પાવર જેવી અનેક કંપનીઓમાં સ્ટ્રેસ મેનેજમેન્ટના કોર્સનું સંચાલન કર્યું છે, ૩૫૦થી વધુ વાર્તાલાપ આપ્યા છે. આકાશવાણી-રેડિયો, ટી.વી. ચેલન પર અનેક કાર્યક્રમ આપ્યા છે. ડો. હિમાંશુભાઈ મહર્ષિ પતંજલિએ લખેલ યોગશાસ્ત્રની ગહન વાતોને સરળ શૈલીમાં અભિવ્યક્ત કરનાર સફળ વક્તા પણ છે. ડો. હિમાંશુભાઈએ ઈંગ્લેન્ડનાં વિવિધ શહેરોમાં યોગના કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. એમણે આરોગ્ય વિષયક એક પુસ્તક અન્ન તેવું મન પણ પ્રસિદ્ધ કર્યું છે. તેઓ ટુંક સમયમાં એમનું બીજું પુસ્તક પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છે.

જો આપને એવું લાગતું હોય કે જીવનમાં કંઈક ખૂટે છે, તો તમારી સંપૂર્ણ માનસિક, શારિરીક, સામાજિક અને આત્મિક ઉન્નતિ તથા સુખાકારી માટે ડો. હિમાંશુ પાઠકની એક વાર અવશ્ય મુલાકાત લો. એમની સાથેની એક મુલાકાત તમારે માટે જીવનભરનું સંભારણું અને જીવનપરિવર્તનનું પહેલું પગથિયું બની જશે.

For Counseling and appointments, Call (+91) 98245-18863  or Click Here

Contact Us

 • YOG KAIVALYAM
  Dr. Himanshu Pathak
  2/A Nilkanth Apt,
  Near Surat District Bank,
  Behind Pujara Eye Hospital,
  Narmad Library Cross Road,
  Ghod Dod Road, Surat
  Pin-395001 Gujarat, INDIA
 • Phone: (+91) 98245-18863
 • Email: info@yogkaivalyam.com

My Services

 • Stress Management
 • Anger Management
 • Weight Management
 • Relationship Management
 • Teenage Counseling
 • Guided Yoga Lessons
 • Total Health & Well-being
 • Couples Counseling
 • Relaxation Therapy

Why Yoga & Counseling?

Yoga & Counseling Therapy is an integrative mind-body therapy using a psychosomatic and mindfulness-based therapy approach. These sessions combine breath work techniques, meditation, yoga poses, and is designed to deepen your understanding of your emotional world and resolve issues at a deep emotional, physical, and psychosomatic level. It combines the science of psychology and the practice of yoga for anxiety, stress, depression, addiction, or trauma.

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.